Chhota udepur girl rescue | છોટાઉદેપુરમાં યુવતીનું દિલધડક રેસ્ક્યૂ | Watch LIVE Rescue
હરેશ કણઝરીયા
Updated at:
23 Aug 2024 06:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhota udepur girl rescue | છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસેક્યુ કરી બહાર કઢાઈ હતી. કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું, સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી. અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી. ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચી રેસેક્યુની કામગીરી હાથ ધરી. સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ છે.