Nadiad Rain : નડિયાદ શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, પાણી ભરાઈ જતાં ગરનાળા કરવા પડ્યા બંધ, જુઓ અહેવાલ
Nadiad Rain : નડિયાદ શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, પાણી ભરાઈ જતાં ગરનાળા કરવા પડ્યા બંધ, જુઓ અહેવાલ
ખેડા: ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નડિયાદ શહેરના રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
નડિયાદ શહેરમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. નડિયાદ અને આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે ઉમરેઠથી નડિયાદને જોડતા હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે.