Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત

Continues below advertisement

ભાવનગરના પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ. પોલીસે જયપાલ સિંધી નામના એક આરોપીની કરી અટકાયત. જ્યારે અન્ય 2 આરોપી છે ફરાર. કિશોરીના ભોળપણનો લાભ ઉઠાવી આરોપીએ તેની સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં. કિશોરીના માતા-પિતાને પણ વિશ્વાસમાં લઈ રૂપિયા આપ્યા. જો કે તેની કરતૂતનો ભાંડો ફૂટતા કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. 

ભાવનગરના પાલીતાણા તાલુકામાં 13 વરસની દીકરી સાથે ચાર મહિના સુધી રૂપિયાની લાલચ આપીને સંબંધ કેળવનાર જયપાલ સીધી નમના ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર- પાલીતાણા હાઇવે રોડ ઉપર અવાવરું જગ્યામાં દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે. પ્રાથમિક તપાસમાં પાલીતાણા ટાઉન પોલીસે જયપાલ સિંધી નામના વ્યક્તિને ફરિયાદના આધારે ઉઠાવ્યો છે. નાબાલીક ના માતા દ્વારા ફરિયાદ નોંધાવી તેમાં ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની જાણકારી પોલીસને આપવામાં આવેલ છે. સમગ્ર બનાવને લઈ FSL અને ગાયનેક ડોક્ટરની ટીમની મદદ લેવામાં પોલીસ દ્વારા આવી છે

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram