ABP News

Bhavnagar Suicide Case : ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી દીપકભાઈનો આપઘાત

Continues below advertisement

Bhavnagar Suicide Case : ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી દીપકભાઈનો આપઘાત


ભાવનગર જિલ્લામાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાના આક્ષેપ. દીપકભાઈ નામના વ્યક્તિએ દારૂના હાટડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાતા બુટલેગરોના ત્રાસથી દિપકભાઈ સોસા નામના યુવકે આત્મહત્યા કરી હોવાનો પરીવારના આરોપ. ફરિયાદ મુજબ તારીખ 15- 1- 2025 ના રોજ મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો જેના બીજા દિવસે 16- 1- 2025 ના રોજ બુટલેગર સહિત ચાર ઈસમોએ ફરિયાદીના ઘર પર પથ્થર મારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકભાઈ સોસાયે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે કર્યો ગંભીર આક્ષેપ.

દિપકભાઈ સોસાએ 20-1- 2025 ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરે છે. જે સમયે દારૂ ની જાણ કરાઈ તે સમયે તળાજા ના PI પણ સ્થળ પર પહોંચે છે અને ફરિયાદી દારૂ નો જથ્થો બતાવે છે જેનો વિડિઓ પણ સામે આવ્યો . મૃતક દીપકભાઈ સોસાના ભાઈ એડવોકેટ છે અને તેમના દ્વારા તળાજા પોલીસ મથકમાં 22- 1- 2025 ના રોજ ચાર ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો . FIR માં કિશોર રાઠોડ, ગોવિંદ ભરવાડ, સંજય ચુડાસમા અને સાજીદ ઉર્ફે દોલુ વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ થયો .  15- 1- 2025 ના રોજ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હોવા છતાં આરોપી પકડથી દુર. બુટલેગરો દાદાગીરી કરીને ઘર પર હુમલો કરતા હોવાની જાણ પણ કંટ્રોલમાં કરાઈ હતી. મૃતક વ્યક્તિનો અંતિમ વિડિઓ પણ સામે આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola