ભારત બંધ: ભાવનગરમાં AAPના આગેવાનોની ઘરેથી કરાઈ અટકાયત
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં AAPના આગેવાનોની ઘરેથી કરાઈ અટકાયત કરવામાં આવી હતી. આમ આદમીના આગેવાનોએ બંધને સમર્થન આપ્યું હતું. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી.