અમરેલી બાદ ભાવનગરમાં કોગ્રેસના કાર્યકરોનો રેલ રોકવાનો પ્રયાસ, ટ્રેનના પાટા પર બેસીને કર્યો વિરોધ
ભાવનગર શહેર કોગ્રેસ દ્ધારા ટ્રેન રોકવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી હતી. અમરીશ ડેરના સમર્થનમાં શહેર કોગ્રેસ દ્ધારા DRM ને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. આવેદન આપ્યા બાદ ભાવનગર આવતી ટ્રેન રોકવાનો કોગ્રેસના કાર્યકરોએ પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.