Bhavnagar:કિર્તીબેનને મેયર બનાવતા વર્ષાબેન પરમારે વ્યક્ત કરી નારાજગી, જુઓ વીડિયો
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે..કિર્તીબેન દાણિધારીયાનું નામ મેયર તરીકે જાહેર થવાની સાથે જ કોર્પોરેટર વર્ષાબેન પરમારે નારાજગી વ્યક્ત કરી હતી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ભાજપ પક્ષ હરહંમેશ અન્યાય કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પેનલ તોડનારાઓને પદ અપાયાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. સાથે જ જનરલ કેટેગરીની મહિલાના પદ પર અન્યાય થયાનો વર્ષાબેને આરોપ લગાવ્યો હતો.