Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
ભાવનગરમાં પત્ની અને બે સંતોનાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર વનવિભાગના ACF શૈલેષ ખાંભલા સુરતથી ઝડપાયો. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપી ACF શૈલેષ ખાંભલાને ભરતનગર પોલીસને હવાલે કર્યો. ભરતનગર પોલીસે આરોપી શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજુ કરીને 14 દિવસની રિમાન્ડની માગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપી શૈલેષના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આરોપીને કોર્ટમાં રજુ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં એકઠા થયા હતા. આરોપી શૈલેષને કોર્ટમાં રજુ કરતા સ્થાનિકોએ ફાંસી આપોના નારા પણ લગાવ્યા હતા. તો આરોપી શૈલેષના પિતાએ પણ કડક સજા કરવાની માગ કરી. તપાસમાં ખુલાસો થયો છે કે ઘરકંકાસમાં 5 નવેમ્બરે આરોપી શૈલેષે તકીયાથી પહેલા પત્ની નયનાબેનની હત્યા કરી. બાદમાં પુત્રી અને પુત્રને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારી નાંખ્યા. હત્યા બાદ ત્રણેયના મૃતદેહને ખાડામાં દાટી દીધા હતા.