Harit Shukla : BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન

Continues below advertisement

Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન

BLO સામે કાર્યવાહી અંગે મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન. સમયસર કામગીરી પૂર્ણ કરવાની હોવાથી નોટિસ આપી હશે. નોટિસ અપાઈ છે કોઈની ધરપકડ કરાઈ નથી. વિતરણ કરાયેલા ફોર્મ 4 ડિસેમ્બર પહેલા એકઠા કરાશે. 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. દરેક BLO ત્રણ વખત મતદારના ઘરે જશે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ મતદાર ફોર્મ ભરી શકે છે.

પ્રથમ 10 દિવસમાં 99 ટકા મતદારોના ઘરે ફોર્મ પહોંચી ગયા છે. મતદાર જો બહારગામ હોય તો ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે. મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે ચૂંટણીપંચનું મોટું નિવેદન. યાદીમાંથી ડિલીટ થયેલા મતદારોના નામ જાહેર કરાશે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે ત્યારે પણ ડિલીટ થયેલા મતદારોના નામ જાહેર થશે. કેન્દ્રીય ચૂંટણીપંચની સૂચનાથી ડિલીટ થયેલા નામો જાહેર કરાશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola