ભાવનગર મેયરનો વિવાદ નથી થયો શાંત, વર્ષાબાએ જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે પર શું લગાવ્યા આરોપ?
ભાવનગરના મેયર પદે કિર્તીબેન દાણીધારીયાની વરણી થતા જ મેયર પદના દાવેદાર વર્ષાબા પરમાર નારાજ થયા હતા. હવે વર્ષાબાએ સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં વર્ષાબાએ પોતાના મેયર પદની ટિકીટ કપાવવા પાછળ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના ગ્રુપના જ સોશલ મીડિયામાં જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે આરોપ લગાવ્યા કે મને પરેશાન કરવામાં કોઈએ કાઈ બાકી રાખ્યું નથી