Gandhinagar: રાજ્યમાં કેટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની કરાઇ આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી. આગામી પાંચ દિવસ ગરમીનો પારો ઉચકાશે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન વધીને પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.