Bhavnagar News | ભાવનગરમાં 18 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવીને કરી લીધો આપઘાત
Bhavnagar News | ભાવનગર શહેરમાં 18 વર્ષની યુવતીએ ટ્રેનમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના અક્ષરપાર્કમાં રહેતા જાગૃતિ કાલીયા નામની 18 વર્ષીય યુવતીએ ભાવનગર પરા રેલવે પ્લેટફોર્મ આવી રહેલી ગાડીમાં ઝંપલાવી દેતા મોત નીપજ્યું છે. જ્યારે આ બનાવ બનતા રેલવે પોલીસ અને બોરતળાવ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને પી.એમ માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.