Chaitra Navratri 2024 | પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી, જુઓ અહેવાલ
Continues below advertisement
Chaitra Navratri 2024 | ચૈત્રી નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને આરાધનાનું પર્વ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રિની ભાવભરી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આ નવરાત્રિની ખાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આસ્થાભેર ગોરમાવડીની સ્થાપના કરી ચૈત્રી નવરાત્રિની અનેરી ઉજવણી પરંપરા મુજબ કરવામાં આવે છે. બહેનો દ્વારા ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિમાં પૂજા-અર્ચના કર્યા બાદ કેદારેશ્વર કુંડમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે.તે સમયે ઢોલ, નગારા, શરણાઇ સાથે રવાડી કાઢવામાં આવે છે અને વાતાવરણ ભક્તિમય બને છે.
Continues below advertisement