Surendranagar | સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
Continues below advertisement
સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... વઢવાણ, મુળી અને પાટડી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે... વઢવાણ તાલુકાના 10થી વધુ ગામોના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે.. 6 વર્ષ પહેલા રતનપરથી માળોદ સુધી ડામર રોડ 4 કરોડના ખર્ચે બનાવાયો હતો.. જે વરસાદ બાદ ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન છે... તો બીજી તરફ મુળી તાલુકાના અને પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાની આ જ સ્થિતી છે...ત્યારે અહીંથી પસાર થતા લોકોને અકસ્માતનો ડર રહેલો છે... અને વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાતા મોતના ખાડાઓ બને તો નવાઈ નહીં... ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હવા છતા કોઈ કામગીરી ન થતા પ્રશાસન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે...
Continues below advertisement
Tags :
SurendraNagar