Bhavnagar News: ભાવનગરમાં પાલીતાણા અને સિહોર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક

Continues below advertisement

ભાવનગરમાં પાલીતાણા અને સિહોર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક. સિહોર નગરપાલિકાએ સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ વિભાગનું 4 કરોડ 73 લાખ રૂપિયાનું વીજ બિલ PGVCLને ચૂકવવાનું બાકી છે.. સત્તાધીશોના અણઘડ આયોજનના કારણે પાલિકા પર દેવું થયું છે. સાથે જ પાલિકામાં ચીફ ઓફિસરની કચેરી પર તો છેલ્લા 20 દિવસથી તાળા લાગ્યા છે. આ તમામની વચ્ચે વોર્ડ નંબર સાતના રહીશો પાણીના પ્રશ્ન મુદ્દે પાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તો પાલિકાના સત્તાધીશોએ એવો દાવો કર્યો કે. પાલિકા પાસે તો પૈસા નથી. જે બાદ રહીશોએ ભીખ માંગવી પડી. એટલે કે રહીશોએ 482 રુપિયા ઉઘરાવીને નગરપાલિકાને આપ્યા. એટલું જ નહીં વોર્ડ નંબર સાતમાં પાણીની લાઈનના તૂટેલા નળ રિપેર કરાવવાના રૂપિયા વોટર વિભાગ પાસે નથી. તો આ તરફ પાલીતાણા નગરપાલિકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટનું 10 કરોડથી વધુનું વિજબિલ ચૂકવવાનું બાકી છે. PGVCLએ અનેક વાર નોટિસ ફટકારી છે.. તેમ છતા રુપિયા ચૂકવવામાં આવ્યા નથી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram