Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગ
Continues below advertisement
ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ જૂથે ગાંધીનગરના આદેશથી ઉપરવટ જઈ ઠરાવ કરતા વિવાદ સર્જાયો. થોડા દિવસો પહેલા ધ્રોલના મોટા ઈટાળા ગામમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર પર કોન્ટ્રાક્ટર એજન્સીના માણસોએ હુમલો કર્યો હતો. મામલો ગાંધીનગર સુધી પહોંચતા, જવાબદાર એજન્સીને બ્લેકલીસ્ટ કરી દેવાઈ હતી. જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના સભ્યો અને ધારાસભ્ય મેઘજી ચાવડા બ્લેકલીસ્ટ થયેલી એજન્સીના બચાવમાં ઉતર્યા. ધારાસભ્ય મેઘજી ચાવડાએ દલીલ કરી કે, એજન્સી બ્લેકલીસ્ટ થતા પ્રજાના કામો અટકી પડ્યા છે. જનતા સવાલ પૂછે તો અમારે શું જવાબ આપવો. ? જવાબમાં માર્ગ અને મકાન વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરે પણ ભાજપના સભ્યોને સંભળાવી દીધું. 'તને અમારી સાથે છો કે, હુમલો કરનારા સાથે...?'
Continues below advertisement
Tags :
Jamnagar