પ્રાથમિક સુવિધાના અભાવને લઈ ભાવનગરના સિદસર ગામના લોકોનો કલેકટર કચેરીએ હલ્લાબોલ
ભાવનગર: પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સિદસર ગામના લોકોનો કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. ગામ લોકો પ્રાથમિક સુવિધાના અભાવથી પરેશાન છે અને સીદસરને ગ્રામ પંચાયત પાછી આપવા માંગ કરાઈ છે. સીદસર સહિતના પાંચ ગામોનો મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે. ગામ લોકોનું કહેવું છે કે, સમાવેશ કરાયાના પાંચ વર્ષ બાદ પણ આજ સુધી પાયાની સુવિધા નથી મળી. એવામાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવાને લઈ ગામના 100 થી વધુ લોકોએ કલેકટર કચેરીએ સૂત્રોચાર કર્યા હતા.