ABP News

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાત

Continues below advertisement

 

ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના પરા ખાતે કામ કરતા રેલ્વે કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો. પરા ખાતેના રેલવે કર્મચારીએ આપઘાત કરતાં પરિવાર અને અન્ય રેલવે કામદારો સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. તમામનો આક્ષેપ છે કે અધિકારીના માનસિક ત્રાસના કારણે રેલવે કર્મચારીએ જીવન ટૂંકાવ્યું. રેલવે કર્મચારીના મોતના સમાચાર સામે આવતા રેલવે વર્કશોપ ખાતે લોકોના ટોળા એકઠા થયા.

પરા ખાતે આપઘાત કરનાર રેલવે કર્મચારી સિહોરના ઘાંઘળી રોડ પાસે આવેલ ગણેશનગરમાં રહે છે. રેલવે કર્મચારીનું નામ ઘનશ્યામભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક રેલ્વે કર્મચારીના પરિવારજનો અને સહ કર્મચારીઓનો આક્ષેપ છે કે મુક કારખાના પ્રબંધક કાર્યાલય (A.P.O) દીનાનાથ વર્મા દ્વારા છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ અને ધમકી આપવામાં આવતી હતી. અધિકારીના ત્રાસ સહના ના થતા રેલવે કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો. મૃતકના પરિવાર અને રેલવે વર્કશોપના કામદારોની માગ છે કે A.P.O દીનાનાથ વર્મા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અગાઉ પણ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસિંગ પર લોકોની નજર સામે જ અધિકારીના ત્રાસથી જુનિયર એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.

 

 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram