Bhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!

Continues below advertisement

ગુનાખોરીની ઘટનાઓ બાળમાનસ પર કેટલી ઉંડી અસર કરે છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું ભાવનગરના સિંહોરની સરકારી શાળામાંથી. ધોરણ 5માં ભણતા એક બાળકે લેશન ન કર્યુ હોવાથી. પોતાના બચાવ માટે અપહરણનું નાટક કર્યુ. એક ઓડિયો વાયરલ થયો. જેના આધારે પોલીસ દોડતી થઈ.. 

બાળકના કહેવા અનુસાર એક ઇકો કારમાં 4 થી 5 શખ્સો આવ્યા હતા. અને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. પણ આવી કોઈ જ ઘટના બની ન હોવાનું જણાતા પોલીસે ઉલટ તપાસ કરી હતી. બાદમાં બાળકે સ્વીકાર્યુ હતુ કે પોતે લેશન ન કરેલું હોવાથી અપહરણની વાર્તા બનાવી હતી.. જો કે બાદમાં તેણે આ બદલ ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. 

ભાવનગર જિલ્લાના સિહોરમાં પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું રચ્યું નાટક. વિદ્યાર્થીએ અપહરણ થયાનો ઓડિયો વાયરલ કરી પોલીસને દોડતી કરી. કારમાં ચારથી પાંચ વ્યકિતએ અપહરણ કર્યું હોવાનો દાવો હતો. જોકે, પોલીસે CCTV તપાસતા વિદ્યાર્થીના નાટકનો પર્દાફાશ થયો...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram