ભાવનગરઃ મૃતક વ્યક્તિને કોરોનાનો બીજો ડોઝ અપાયાનો આવ્યો મેસેજ,પરિવારે કરી તપાસની માંગ
ભાવનગરમાં કોરોનાની રસીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં એક મૃતક વ્યક્તિને રસી આપવામાં આવી હોવાનો મેસેજ કરવામાં આવ્યો છે. હિતેશ ભાઈ શાહ નામના વ્યક્તિનું મે મહિનામાં મોત થયું હતું. છતા તેમને બીજા ડોઝનો મેસેજ આવ્યો હતો.