Bhavnagar: ટીમ્બાની પ્રાથમિક શાળાના ધો.6 અને 7 ના વર્ગો બંધ કરી ધારુકાની શાળામાં ભેળવી દેવાતા ગ્રામજનોમાં રોષ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાબાના ચોગઠના ટીમ્બા ગામમાં પ્રાથમિક શાળામાં કાર્યરત ધો. 6 અને 7 ના વર્ગો બંધ કરી દઈ બાજુના ગામ ધારુકા પ્રાથમિક શાળામા ભેળવી દેતા ટીમ્બા ગામના વાલીઓમાં રોષ છવાયો છે. જેને લઈ આજે સામાજિક આગેવાનો ને સાથે રાખી ગ્રામજનો અને વાલીઓએ શાળાની તાળાબંધી કરી. જ્યાં સુધી આ વર્ગો ફરી અહીં કાર્યરત નહિ કરવામાં આવે ત્યાં સુધી ધો.1 થી 5 ના વર્ગો પણ શરૂ નહીં કરવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola