Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂર
Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂર
ભાવનગરમાં મહુવા નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે ચરમશીમા પર આવી ગયો છે. મહુવા ભાજપના 19 સભ્યોએ બળવો કરતા પુરાતલક્ષી બજેટ નામંજૂર થયું. મહુવા નગરપાલિકામાં કુલ 9 વોર્ડ ના 36 બેઠક છે જેમાં 25 બેઠક પર ભાજપનો હોવા છતાં આંતરિક વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. મહુવા નગરપાલિકામાં મહિલા પ્રમુખની વરણી થઈ છે ત્યારથી ભાજપના બે ગ્રુપ પડ્યા છે જેના કારણે જૂથવાદ શરૂ થયો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા ની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ છે અને મહુવાની જનતાને વિકાસથી વંચિત રહેવાનો વારો આવે છે. સમગ્ર મામલો પ્રદેશ સુધી પણ પહોંચ્યો છે. આગામી દિવસોમાં મહુવા નગરપાલિકા સુપરસીડ થવાની શક્યતા જોવા મળી રહી છે.