સરપંચ સંવાદના નામે તમાશો: ભાવનગરના સિહોરમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
ભાવનગરના સિહોરમાં ભાજપના કાર્યક્રમ સરપંચ સંવાદમાં મોટાભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં નિયમના ધજાગરા ઉડ્યા હતા. એકબાજુ વડાપ્રધાન મોદી સામાજીક અંતર રાખવા અને માસ્ક પહેરવા કહે છે ત્યારે બીજી તરફ ભાજપ અગ્રણી-કાર્યકરો અને નેતાઓ કોરોના નિયમો નેવે મુકી ભીડ ભેગી કાર્યક્રમો યોજી રહ્યાં છે અને કોવિડ ની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. આ નેતાઓ સામે કોણ કાર્યવાહી કરશે ?