Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
ભાવનગરના સિહોર તાલુકાનું સણોસરા ગામ. જ્યાં લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે બસ સ્ટેશન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાના ખર્ચે બસ સ્ટેશન બનીને તૈયાર થઈ ચૂક્યું છે. જો કે, 8 મહિનાથી લોકાર્પણ જ ન થતાં ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં. બસ સ્ટેશનમાં પંખા પણ લગાવામાં આવ્યા હતા. તે પણ ગાયબ થઈ ગયા છે. આમ તો બસ સ્ટેશન રોડ પર બનાવવામાં આવે છે. પરંતુ સણોસરા ગામનું બસ સ્ટેશન રોડથી 50 મીટર અંદરના ભાગે છે. જિલ્લા પંચાયતના ઈજનેરનું કહેવું છે કે, અમારું કામ તો માત્ર બસ સ્ટેશનના નિર્માણનું છે. તો ST વિભાગના અધિકારીઓને આ બસ સ્ટેશન અંગેની જાણ પણ નથી.
Tags :
BHAVNAGAR