Bhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસો

Continues below advertisement

ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઢોરના આતંકની બે ઘટનાઓ બની. એકનું મોત થયું તો ભાવનગર ભાજપના વરિષ્ઠ નેતા અને ભાવનગરના માજી મેયર મેહુલભાઈ વડોદરિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા . રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસો કર્યો ભાવનગર શહેરમાં 15 માર્ચ 2024ના પરિષદ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ નામની અમદાવાદની સંસ્થાને ઢોર પકડવા માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો. જોકે આઠ મહિના થવા છતા હજુ સુધી કામગીરી શરૂ કરી નથી.  એજન્સીએ કામગીરી શરૂ ન કરતા મહાપાલિકા તરફથી ત્રણ વાર નોટિસ પણ આપી. ત્રીજી અને આખરી નોટિસ ફટકારી કમિશનરે 26 નવેમ્બર સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે. જોકે એજન્સી હજુ સુધી ન તો હાજર થઈ છે કે ન તો કામગીરી શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram