Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Continues below advertisement
સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો મચી ગયો. વિહિપ અને બજરંગ દળના કાર્યકરો અને ગ્રીન સિટીના રહીશોએ ખ્રિસ્તી મિશનરીના શાલોમના વિરોધ કર્યો. ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ લોકો ભાગ લેવા પહોંચ્યા હતાં. એક બસ અને દસ કારમાં સત્સંગીઓ પહોંચ્યા હતાં. મોડી રાત્રીના બજરંગ દળ અને વિહિપના હોબાળા બાદ ફરી એકવાર સવારે વિહિપના કાર્યકરો પાલ ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં પહોંચ્યા હતાં. આજે કાર્યક્રમ સ્થળ પર ગંગાજળ છાંટી શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજ્યો હતો. આરોપ છે કે સત્સંગ સભાઓમાં લોકોને બિરયાની પીરસવામાં આવી હતી. તો સત્સંગ સભામાં વકતા તરીકે નિરંજન જોશી હતા તેની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી.
Continues below advertisement
Tags :
Surat News