ભાવનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે બલ્ક પાઇપલાઇન યોજનાનું કરાયું ખાતમુહૂર્ત, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગરના બુધેલથી બોરડા સુધીની ૫૮ કિમી લાંબી અને રૂ.૩૭૬ કરોડના ખર્ચે ૧૮ કરોડ લીટર દૈનિક ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવરી લેતી બલ્ક પાઈપલાઈન નાખવા અંગેની કામગીરીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
Continues below advertisement