Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

Continues below advertisement

ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ હતું કારણ કે ઉદ્યોગપતિ સામે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી. થોડા દિવસ પહેલાં સરતાનપર બંદરે દરિયામાં ઓઈલ જેવું કાળા રંગનું પ્રવાહી છોડાયું હતું. જેને લઈ અસંખ્ય જળચર જીવસૃષ્ટિના મોત થયા હતા. હજુ ત્યાં માછીમારો માછીમારી નથી કરી શકતા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોસ્ટગાર્ડ અને એજન્સીને સાથે રાખી તપાસ કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો અલંગના પ્લોટ નંબર 35માંથી ઝેરી પ્રવાહી દરિયામાં છોડાયું હતું. જેને લઈ 7 નોટિકલ માઈલ સુધી દરિયો પ્રદૂષિત થઈ ગયો હતો. આ પ્લોટ મોટા ઉદ્યોગપતિ લીલાશીપ બ્રેકિંગ યાર્ડના માલિકનો છે.  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લોટ માલિકને 25 લાખનો દંડ કર્યો છે. જેને લઈ માછીમારોમાં રોષ છે. માછીમારોનો આરોપ છે કે, માત્ર દંડ  કરીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સંતોષ માની લીધો છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram