Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડ

ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક. સત્યનારાયણ સોસાયટીમાં ચાર જેટલા ગુંડાઓએ મહાનગરપાલિકાની કચરાની ગાડી અને ખાનગી વાહન પર તલવારો અને છરાથી હુમલો કર્યો. ત્યાં હાજર લોકો પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો.ગુંડાતત્વોના  આતંકને જોઈને સોસાયટીના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સીસીટીવી ફુટેજના આધારે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે સમીર ઉર્ફે સાંભો અને ફેઝલ નામના બે અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસ ફરિયાદ અનુસાર હોર્ન માર્યા છતા કેમ રસ્તો ન આપ્યો. એ જ વાતને લઈને અસામાજિક તત્વોએ તિક્ષ્ણ હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવ્યો. 


એબીપી અસ્મિતાના અહેવાલની અસર. ભાવનગરની સત્યનારાયણ સોસાયટીમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરતી પોલીસ. ચાર જેટલા લોકોએ ખાનગી કારમાં કરી હતી તોડફોડ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola