ભાવનગરના મહુવાના ગામે સિંહે ફરી યુવક પર કર્યો હુમલો, જુઓ વીડિયો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વારલ ગામે એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના આ હુમલામાં યુવાન ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. છેલ્લા બે દિવસમાં સિંહના હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સિંહના વધતા હુમલાના કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે. હાલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.