ભાવનગરના પાલિતાણાના સગાપરા ગામે સિંહે ધામા નાખ્યા, જુઓ વીડિયો
ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલિતાણાના સગાપરા ગામે સિંહે ધામા નાખ્યા છે. પાલિતાણા તાલુકાના રંડોળા અને સગાપરાની સીમમાં વનરાજા સિંહની લટારથી રંડોળા અને સગાપરાના ગ્રામજનોમાં ફફડાટ છે. વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સિંહો હવે શહેરી વિસ્તાર તરફ આવવા લાગ્યા છે.