હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો, જુઓ વીડિયો
નવસારી: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા માવઠાની આગાહી વચ્ચે નવસારીમાં વરસાદ પડ્યો છે. મોડી રાત્રે ચીખલી ખેરગામ અને વાંસદામાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.