Bhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડ

ભાવનગરમાં ફરી એકવાર પેરોલ-ફર્લો સ્કવૉડે દારૂ ભરેલી આઈસર ઝડપી લીધી છે.  સામાન્ય રીતે પે-રોલ ફર્લો સ્કવૉડની કામગીરી પેરોલ જમ્પ કરી ફરાર જેલના કેદીઓને પકડવાની છે. પરંતું ભાવનગરમાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એક સપ્તાહમાં બીજી વખત પેરોલ ફર્લો સ્કવૉડે વિદેશી દારૂ ભરેલી આઈસર ઝડપી લીધી. 9 લાખ 36 હજારથી વધુની કિંમતનો 178 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પે-રોલ ફર્લો સ્કવૉડે ઝડપી લીધો છે. રાજસ્થાનથી આ આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો હતો. આ ટેમ્પોને ભાવનગર પહોંચાડી ત્યારબાદ કટિંગ કરવાનું હતું. જોકે તે પહેલા જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આટલું જ નહીં વિદેશી દારૂના જથ્થા સાથે આકાશ ઉર્ફે બલાડ પરમાર અને રાકેશ ચાંચિયાની પણ પોલીસે ધરપકડ કરી લીધી. પેરોલ ફર્લો સ્કવૉડે જ્યાંથી વિદેશી દારૂ ભરેલી આઈસર ઝડપી લીધી ત્યાંથી માત્ર 50 મીટરના અંતરે જ નિલમબાગ પોલીસ સ્ટેશન આવેલું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola