Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
Continues below advertisement
ગીર સોમનાથના ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને માહિતી મળી હતી કે ભેભા ગામે કેમિકલયુક્ત ભેળસેળવાળો પદાર્થ ગેરકાયદેસર વહેંચાઈ રહ્યો છે... જેના આધારે મામલતદારને સ્થળ તપાસના આદેશ કર્યા. મામલતદારની ટીમે ચોક્કસ સ્થળે એક મકાનમાં દરોડો પાડતા કેમિકલયુક્ત પદાર્થ ભરેલી 62 કોથળી મળી આવી હતી. તો 89 જેટલી દેશી દારૂ જેવી દેખાતી શંકાસ્પદ કોથળીઓ અને 500 ગ્રામ સફેદ પદાર્થ મળી આવતા જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસને આ મુદ્દામાલ સોંપી FSL નિષ્ણાંતોની મદદ લીધી છે. FSLના રિપોર્ટ બાદ આ નશીલો પદાર્થ છે કે નહીં તે સ્પષ્ટ થશે. હાલ તો મામલતદારની ટીમના દરોડા પહેલા બે શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
Continues below advertisement
Tags :
Gir Somnath