ભાવનગરઃ માલણ ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા દસ ગામોને અપાયું એલર્ટ
ભાવનગર(Bhavnagar ) જિલ્લાના મહુવા તાલુકામાં આવેલો માલણ ડેમ(Malan Dam) ઓવરફ્લો થયો છે. અહીંયાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે નીચાણવાળા દસ ગામોને એલર્ટ આપી દેવાયુ છે.