Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસો

Continues below advertisement

Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસો


ભાવનગર તળાજા તાલુકામાં એક મહિના પહેલા ભિક્ષુકની લાશનો ભેદ આખરે ઉકેલાયો છે. દારૂના નશાએ વ્યક્તિનો જીવ લીધો હોવાનું ખુલતા પોલીસ દોડતી થઈ છે. તળાજી નદીના ચેક ડેમ પાસે એક મહિના અગાઉ માનદાસ મકવાણાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેની તપાસમાં હત્યા સામે આવતા પોલીસે હત્યા કરનાર આરોપી સુરપાલસિંહ ગોહિલ, ધર્મેન્દ્ર રાઠોડ અને શૈલેષ ભાલીયા ની ધરપકડ કરી છે. આ ત્રણેય ઈસમોએ તળાજી નદીના ચેકડેમ પાસે દારૂની પાર્ટી કરી અને ત્યારબાદ માનાદાસ મકવાણાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. સમગ્ર હત્યાના બનાવની તળાજા પોલીસ મથકના પી.આઇ આર.જે ગોર દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram