Surat News : હજીરામાં અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન દરમિયાન 34 વર્ષીય સચિનનું મોત

Surat News : હજીરામાં અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન દરમિયાન 34 વર્ષીય સચિનનું મોત 


હજીરાના પોર્ટ ખાતે અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન વેળા કર્મીનું ડૂબી જતા મોત . મૃતક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી મેરઠ વતની 34 વર્ષીય સચિન અમરસિંગનું મોત. બે સંતાનોનો પિતા અમરસિંગ આઠ માસથી અંડર વોટર સર્વિસનું ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતો હતો. હજીરા ખાતે પોર્ટમાં ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું, જેમાં અન્ડરવોટર સર્વિસમાં મૃતક સચિન કામ કરતો હતો. સેફટીના તમામ સાધનો સાથે પાણીમાં નીચે ઉતરેલા સચિને પ્રથમ સિગ્નલ આપ્યું હતું . જ્યારે બીજું સિગ્નલ સમયસર ના આપતા શંકા ગઈ હતી . જેથી સાથે કામદારોએ અન્ય તરવૈયાઓને નીચે ઉતારી સચિનને બહાર કાઢ્યો હતો. સારવાર માટે ખસેડાયેલા સચિન ને નવી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. જ્યાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. બનાવ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola