Bhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!

Continues below advertisement

ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ ભગવાન ભરોસે હોય તેવુ સ્પષ્ટ દેખાય રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં 776 વર્ગખંડોની અછત છે. જેની સામે 572 વર્ગખંડોને કાગળ પર મંજૂર તો કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઓરડાનું કામ માત્ર દસ બાર જગ્યાએ જ શરૂ કરવામાં આવ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ શિક્ષણની સ્થિતિ જાણવા માટે સિહોર તાલુકાના કાટોડીયા પ્રાથમિક શાળા પર પહોંચ્યું. જ્યાં સ્થિતિ ખુબ જ આશ્ચર્યજનક જોવા મળી. કાટોડીયા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ 2020માં તોડી પાડવામાં આવ્યું હતુ. અને ત્યાર બાદ 2021માં નવા ઓરડા મંજૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ચાર વર્ષ બાદ પણ હવે આ શાળાનું કામ શરૂ થઈ રહ્યું છે. જો કે હાલની પણ સ્થિતિ એવી છે કે શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને બે પાળીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.. તેમાંથી આઠ ધોરણના વિદ્યાર્થી માટે ઓરડાની વ્યવસ્થા ન હોવાને કારણે સવારે છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને જર્જરીત વર્ગખંડોમાં અભ્યાસ કરવા માટે મજબુર થવુ પડી રહ્યું છે. જ્યારે બપોરની પાળીમાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને મંદિરની અંદર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. વિડબમણા એ ચે કે શાળા પાસે ત્રણ ડિજીટલ બોર્ડ  છે. પરંતુ સ્માર્ટ ક્લાસ રૂમ નથી જ્યાં ડિજીટલ બોર્ડ લગાવી શકાય ત્યારે કાટોડીયા પ્રાથમિક શાળાના બાળકો ભયના ઓથાર નીચે અને મંદિરમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબુર બની રહ્યા છે. 

l

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram