
Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ
ભાવનગર જિલ્લામાં લુખ્ખાતત્વો બન્યા બેફામ. પ્રથમ દ્રશ્યો છે શહેરના કુંભારવાડા વિસ્તારના છે. જ્યાં અસામાજીક તત્વોના આતંકથી ફેલાયો ડરનો મહાલો. પતંગ ચગાવવા મુદ્દે થયેલા ઝઘડા બાદ 15થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું. અને અરજણ રાઠોડ નામના વ્યક્તિના ઘરમાં માથાભારે શખ્સોએ ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી. મારામારીની બીજી ઘટના બની.. ભાવનગરના અકવાડા ગામમાં. દેશી દારૂ વેચવાના ઝઘડામાં કેટલાક શખ્સોએ મારામારની સાથે પથ્થરમારો પણ કર્યો. આરોપ છે કે, 15થી 20 વર્ષથી કેટલાક શખ્સો ગામમાં દેશી દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે..જેને લઈને ગ્રામજનો અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સમગ્ર મામલે અકવાડા ગામના એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી.
ભાવનગરમાં આતંક મચાવનારા તોફાનીઓનો પોલીસે કાઢ્યો વરઘોડો. ભરતનગરના અર્બન સોસાયટી અંબાજી ચોકમાં તોફાની તત્વોએ ઉત્તરાયણના દિવસે આતંક મચાવ્યો હતો. સામાન્ય બાબતે ઝઘડો થતા તોફાની તત્વોએ મહિલા પર કર્યો જીવલેણ હુમલો હતો. બે સગીર સહિત છ લોકો પર હુમલાની નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે ચાર તોફાનીઓની ધરપકડ કરી ભણાવ્યો કાયદાનો પાઠ