BHAVNAGAR : આંગણવાડી પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું
રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર શહેરમાં આંગણવાડીની સ્થિતિ દયનીય બની છે. ભાવનગર શહેરની આંગવાડીના પરિસરમાં દેશી દારૂની કોથળીઓ મળી આવી છે. સૌથી મોટી વાત એ છે કે ઘોઘાસર્કલ વિસ્તારની જે આંગણવાડીમાંથી દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે તેની દીવાલને અડીને જ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.