Bhavnagar Accident News: ભાવનગર ધોલેરા હાઈવે પર અકસ્માતમાં ત્રણના મોત

ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે સાંઢીડા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ ક્રોસ કાર વચ્ચે થયેલી ટક્કરમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે.

ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા ગામ નજીક આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માત સર્જાયો હતો. એક હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ ક્રોસ કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો બુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકો દ્વારા આ હાઈવે પર ટ્રાફિક સુરક્ષાના પગલાં લેવાની અને અકસ્માતોના કારણો શોધી તેના નિવારણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola