ABP News

Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

Continues below advertisement

Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે. ઉધારીના વિષચક્રમાં ફસાયેલા રત્નકલાકાર યુવક પ્રદીપ ડાભીની કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યા કરનાર બંને ઈસમોએ પહેલા પ્રદીપ ડાભીનું તેના ઘર પરથી જ અપહરણ કર્યું અને ત્યારબાદ છરીના ઉપરા ઉપરી ધા મારીને બોરતળાવની નિર્જન જગ્યા પર મર્ડર કરવામાં આવ્યું છે. મૃતક રત્નકલાકાર યુવકને પરિવારમાં છે અને બે વર્ષના સંતાનો છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે. ભાવનગરમાં હત્યા કરવી હવે સામાન્ય બાબત બની ગયું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.

આજથી ચાર મહિના પહેલા પ્રદીપભાઈ ડાભી નામના રત્નકલાકાર યુવકને રૂપિયાની જરૂર પડતા વિશાલ સોહલા પાસેથી રૂપિયા 50,000 વ્યાજ લીધા હતા અને ત્યારબાદ રત્નકલાકાર યુવક અમુક રૂપિયા ચૂકવી ન શકતા વિશાલ સોહલા અને તેનો મિત્ર નિરવ ગોહિલ નામના બંને ઈસમો અવારનવાર પ્રદીપ ડાભીના ઘરે રૂપિયાની ઉઘરાણી કરવા માટે જતા હતા અને તેમના પરિવારોને અને પ્રદીપ ડાભીને ધમકાવતા પણ હતા. જોકે મૃતક વ્યક્તિએ કહ્યું હતું કે હાલ હીરામાં મંદી ચાલી રહી છે, જેવુ જ હીરાનું કારખાનું શરૂ થશે એટલે તરત જ રૂપિયા ચૂકવી દઈશ, પરંતુ આ બંને ઈસમો બે દિવસ પહેલા કાળીયાબીડ વિસ્તારના સાગવાડી વિસ્તારમાં આવેલ પ્રદીપ ડાભીના ઘર પર પહોંચ્યા હતા અને રાત્રિના 10:30 વાગ્યા આસપાસ વિશાલ સોહલા અને નીરવ ગોહિલ નામના વ્યક્તિ એ ટુ-વ્હીલર બાઈક પર પ્રદીપ ડાભીને બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે શહેરના બોર તળાવ વિસ્તારની અવાવરું જગ્યા પર બાવળની કાંટમાં પ્રદીપ ડાભી ની લાશ મળી આવે છે. બનાવની જાણકારીને થતા પરિવાર પણ શોકમગ્ન બન્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola