Bhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

Continues below advertisement

દિવાળી આવી, ગામડાઓમાં રોનક લાવી. આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લાના નારી ગામમાં.. આ ગામના મોટાભાગના યુવાનો ધંધા-રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઇ સહિતના શહેરોમાં વસ્યા છે..તેના કારણે આ ગામ સામાન્ય દિવસોમાં ખાલીખમ જોવા મળે છે..જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ સમયે શહેરમાં રહેતા લોકો ગામમાં ઉજવણી માટે આવ્યા છે..તેના કારણે ગામ હર્યુભર્યું લાગી રહ્યું છે..ગામની ગલી, મહોલ્લા અને શેરીઓ લોકોની ચહલપહલથી જીવંત બની છે..ગામના યુવાનોએ પોતાના વડીલો સાથે મળીને દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી..

ભાવનગર જીલ્લો આમતો રાજ નેતાઓનું અખાડો માનવામાં આવે છે કારણકે અહીંથી વિધાનસભા હોય કે પછી રાજ્યસભા હોય કે લોકસભા હોય દરેક ક્ષેત્રમાં ભાવનગરનો ડંકો વાગે છે પરંતુ કમનસીબે આમ છતાં ભાવનગરના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે તેની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે ધંધો અને રોજગાર નો વિકાસ ભાવનગરમાં થયો જ નથી તેના કારણે મોટા મોટા ઉદ્યોગો બંધ થઈ ચૂક્યા છે અને સામાન્ય વર્ગના ખેડૂતો ખેતીવાડી જોડી અને અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે જેના કારણે ગામડાઓની માઠી દશા બેઠી ગઈ હોય તેમ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે જો ભાવનગરની વાત કરવામાં આવે તો સૌથી વધુ સુરતમાં લોકો પલાયન કરી ચૂક્યા છે. મોટાભાગનો વર્ગ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને ભાવનગરમાં ધંધા રોજગાર અને સામાન્ય પગાર પણ મળવાના ફાંફા પડતા હોય તેને લઈને લોકો અન્ય જિલ્લામાં વ્યવસાય કરવા માટે જવા મજબૂર બની રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram