EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસા

Continues below advertisement

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસા

O7 કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર છે. જલદી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના દાવાનો સીધા એટીએમના માધ્યમથી પૈસા કાઢીને નિકાલ થઈ શકશે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરેએ જણાવ્યું કે EPFO પોતાના આઈટી સિસ્ટમને આધુનિક બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી આ પ્રક્રિયાને સરળ અને તેજ બનાવી શકાય.

તેમણે કહ્યું કે અમે પીએમ સિસ્ટમની આઈટી સંરચનાને વધુ સારી બનાવી રહ્યા છીએ. અગાઉ અનેક સુધારા થઈ ચૂક્યા છે. દાવાની પતાવટની ઝડપ વધી છે અને ઓટો સેટલમેન્ટના કારણે બિનજરૂરી પ્રક્રિયાઓને ખતમ કરી દેવાઈ છે.

બેંકિંગ સિસ્ટમ જેવી સુવિધા

જે પ્રકારે બેંકિંગ સિસ્ટમે લેવડદેવડ સરળ બનાવી છે તે જ રીતે પીએફ ઉપાડ પણ સરળ અને સુલભ થઈ જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram