ABP News

Share Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો

Continues below advertisement
Share Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો
 
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો, જ્યારે નિફ્ટીમાં પણ 150 થી વધુ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે. માર્કેટ નિષ્ણાંત જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે, સતત નવમાં દિવસે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ઓપન થયું છે અને અત્યારે પણ ભારતીય શેર બજારની જો વાત કરવા જઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તે ઇમર્જિંગ માર્કેટની ની જે અર્થવ્યવસ્થા છે તેને થોડાક સમય માટે હિટ કરી શકે છે. મતલબ કે થોડીક મહદ અંશે ડેમેજ થઈ શકે છે અને આ વાતનું જ એક નેગેટિવ રિફ્લેક્શન વિદેશી રોકાણકારોમાં જોવા મળી રહ્યું છે અને તેઓ સતત ભારતીય શેર બજારમાં વેચવાલી કરી રહ્યા છે. તેને લઈ આજે સતત નવમાં દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આગામી ત્રણ થી ચાર સપ્તાહ દરમિયાન ઘણી બધી સ્પષ્ટતા જોવા મળશે અને ત્યારબાદ ભારતીય અર્થવ્યવસ્થામાં થોડીક સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે ટૂંકાગાળે જોવા જઈએ. થોડોક અનિશ્ચિતતા ભર્યો માહોલ ચોક્કસ છે પણ આંકડાકીય રીતે જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે હાલમાં પ્રમાણમાં ઇન્ટેક્સ જ છે અને તેના કારણે કોઈ બહુ નેગેટિવ ઇફેક્ટ થાય તેવી શક્યતા ટૂંકાગાળા પ્રમાણમાં ખૂબ રહીવત છે, પણ હાલનું જે પેઇન છે તે ટૂંકાગાળાનું છે. આગામી સમયમાં થોડીક સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram