પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે દિવસના વિરામ પછી ફરી ભાવ વધારો, અનેક શહેરોમાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારો
Continues below advertisement
સામાન્ય રીતે પેટ્રોલ કરતાં ડીઝલની કિંમતમાં મોટું અંતર હોય છે. પરંતુ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં આજે 18 પૈસા તો ડિઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો. નવા ભાવ સાથે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા 8 પૈસા પર પહોંચી ગયા છે. તો ડિઝલનો ભાવ 90 રૂપિયા 23 પૈસે પહોંચ્યું. અમદાવાદમાં મે મહિનાની શરૃઆતમાં પ્રતિ લીટરે રૂપિયા 87.64 હતી. આજે નવા ભાવ વધારા સાથે પેટ્રોલ પ્રતિ લીટર 90 રૂપિયાને પાર થઈ ગયું. બીજી તરફ ડીઝલની કિંમત મે મહિનાના પ્રારંભે રૂપિયા 87.03 હતી. જ્યારે આજે નવા ભાવ વધારા સાથે હવે ડિઝલનો ભાવ 90.23 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયું છે.
Continues below advertisement