Sharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે
અદાણી ગ્રૂપના ચેરમેન અબજોપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં તપાસના સમાચારની અસર ગઈ કાલે શેરબજાર પર દેખાઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટી દિવસભર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સ (BSE Sensex)માં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. દરમિયાન, અદાણી સ્ટોક્સ હજુ પણ લાલ દેખાઈ રહ્યા છે
ગઈકાલના ઘટાડા બાદ શુક્રવારે BSE સેન્સેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સે 77,349.74 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, તેના અગાઉના 77,155 ના બંધની તુલનામાં લગભગ 200 પોઈન્ટ્સનો વધારો થયો અને થોડીવારમાં, વેગ પકડીને, તે 608 પોઈન્ટ ચઢીને 77,764 ના સ્તરે પહોંચ્યો. બીજી તરફ, NSE નિફ્ટીએ પણ 181.30 પોઈન્ટ્સનો વેગ પકડ્યો હતો અને તે 23,541.10ના સ્તરે પહોંચ્યો હતો.