Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્પિટલનાં ફાઉન્ડર, CEO અને ડોક્ટર્સનાં ઘરે તપાસ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે. આ સાથે તેમણે ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે એવી માગ પણ કરી હતી.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ'એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો છે. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે, હવે કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ (Karthik Patel) જગન્નાથ મંદિરના ટ્રસ્ટી છે. હત્યા કેસમાં ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે તેવી માગ છે. હેમાંગ રાવલે કહ્યું કે, આરોપીને ટ્રસ્ટમાંથી બરતરફ કરી, ધર્મપ્રેમી જનતાનો વિશ્વાસ જીતે. આ સાથે હેમાંગ રાવલે ટ્રસ્ટનાં કથિત જમીન કૌભાંડ મામલે પણ કાર્તિક પટેલની તપાસ કરવાની માગ કરી છે.