રાજકોટઃ યાર્ડમાં મગફળીની બમ્પર આવક છતાં ખેડૂતોને નથી મળતા પોષણક્ષમ ભાવ, જુઓ વીડિયો

Continues below advertisement
ચાઇનામાં સીંગતેલ, સીંગદાણા અને મગફળી નિકાસ વધતાં મગફળી અને તેલના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે .જે પ્રમાણમાં સીંગતેલમાં વધારો થયો છે તે પ્રમાણમાં મગફળીમાં વધારો ન થતાં ખેડૂતો અને આમ જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. બે દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ભાવમાં 50 થી 60 રૂપિયાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું હતું પરંતુ ધાર્યા મુજબ ઉત્પાદન ન આવતા મગફળીના ભાવ હાલમાં ખેડૂતોને સારા મળી રહ્યા છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે જે પ્રમાણે તેલના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે મગફળીના ભાવ અમને મળતા નથી. ઓઇલ મિલરો અને નિકાસકારો દ્વારા તેલનો ખેલ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram