AMCમાં બોગસ સર્ટિફિકેટના આધારે 22 વર્ષ નોકરી કર્યાનો થયો ખુલાસો, જુઓ વીડિયો
Continues below advertisement
AMC માં બોગસ સર્ટિફિકેટના આધારે 22 વર્ષ નોકરી કરવાનો મામલો સામે આવ્યો હતો. અપીલ સબ કમિટી સમક્ષ આવેલી દરખાસ્તમાં ભાંડો ફૂટ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમિત કર્મચારીનું ફરજ દરમિયાન મોત થતા બોગસ સર્ટિફિકેટના આધારે વારસદારનું સર્ટિફિકેટ બનાવવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મુકેશ રાઠોડ નામના વ્યક્તિએ વારસદાર તરીકે નવસારીનું પ્રમાણપત્ર ભૂતકાળમાં રજૂ કર્યું હતું. 23 ઓક્ટોબરના રોજ બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલા મુકેશ રાઠોડને ડિસમિસ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement